Hall / Room Booking


Sr. No. Name of Hall/Room AC Non-AC Capacity (Persons) Rent-SDP Members Rent-Non-SDP Members Rent For Exhibition/Sale Photo
1 શ્રીમતી સુશીલાબહેન રતિલાલ હોલ No 500 1200 7500 8000
2 લીલાવતી કનૈયાલાલ હોલ No 500 1000 6500 7000
3 એમ વી બેંકર હૉલ (૪ કલાક) Yes 250 5000 9000 0
4 જમણવારનું રસોડું No 0 300 1200 1200
5 જાની વાસો રૂમ મોટી (A.C.) Yes 0 600 2000 3000
6 પી.એમ.શાહ રસોડું No 0 300 1000 0
7 શ્રીમતી જે.બી. શાહ અતિથિભવન No 10 600 2500 0
8 પી.એમ.શાહ અતિથિભવન No 10 600 2500 0
9 મેદાન (લગ્ન / રીસેપ્શન) No 2000 14000 21000 0
10 મેદાન (અન્ય પ્રસંગ માટે) No 2000 3000 6000 0
11 શ્રીમતી કે.જે. ચોકસી (સેલર) No 250 500 3000 3500
12 A.C રૂમ Yes 2 1000 1500 0
13 નોન A.C રૂમ No 2 750 1250 0
14 A.C ડોરમેટરી Yes 8 1500 2500 0
15 નોન A.C રૂમ No 8 1000 1500 0
16 એમ વી બેંકર-વધારાના ૧ કલાક Yes 250 1000 2000 0
17 એમ વી બેંકર-૧૨ થી ૨૪ કલાક Yes 250 12500 20000 0
18 શેઠ દ. મૂ. શાહ ભોજન ખંડ No 0 0 0 0
19 SR હોલ અડીને ૫૦૦ ફૂટ મંડપ No 500 1500 5000 0
20 એક્સ્ટ્રા પથારી (એક) No 0 125 250 0
21 ગાદી - તકીયો - ચાદર સેટ No 0 15 20 0
22 લાલ પાથરણું (૧૫' x ૧૨') No 0 10 20 0
23 સંખેડા ખુરશી જોડ : ૧ No 0 201 501 0
24 સ્ટીલ ચોરી સેટ : ૧ No 0 101 501 0
25 લગ્ન ચોરી સ્ટેઇજ (૧૦' x ૧૦') No 0 301 1001 0
26 ખુરશી (પીવીસી) No 0 5 5 0
27 ટેબલ No 0 10 15 7
28 પાટલા No 0 2 4 0
29 બાજોઠ No 0 0 0 0
30 બ્રાસ - દીવી No 0 50 151 0
31 ટેબલ કલોથ No 0 5 10 10
32 વીજળી વપરાશ યુનીટ No 0 20 20 20
33 GST - 18% No 0 18 18 18

Conditions

1.સંસ્થાની સવલતના વપરાશની નોંધણી માટે નિયમાનુસાર અનામતની રકમ જમા કરી નિયત અરજી પત્રકમાં અરજી કરવી ફરજીયાત છે. નિયત અનામત અને અરજી પત્રક સિવાયની નોંધણી માન્ય રાખવામાં આવશે નહી.
2.(અ) સ.દ.પો.ના જ્ઞાતિજનને સંસ્થાની મિલકતના ઉપયોગ માટે વહેલા તે પહેલાના ધોરણે નિયત અનામતની રકમજમા કરાવ્યા પછી નોંધણી કરવામાં આવશે. વિવિધ પ્રસંગો પૈકી લગ્ન, લગ્નનો સત્કાર સમારંભ કે લગ્નના જમણવારની નોંધણીને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અને ફક્ત તેવા પ્રસંગની નોંધણી જરૂરી નાણાં જમા કયૉ બાદ પાકી નોંધણી કરવામાં આવશે. (બ) અન્ય જ્ઞાતિની કન્યા સ.દ.પો. જ્ઞાતિમાં લગ્નગ્રંથીથી જોડાય તો તેને પાકી નોંધણી મળે, પરંતુ સવલતના વપરાશનો દર અન્ય જ્ઞાતિ તરીકેનો લેવામાં આવશે. (ક) લગ્ન અને સત્કાર સમારંભ સિવાયના અન્ય પ્રસંગ માટે જ્ઞાતિજનના ઉપયોગ માટેની નોંધણી કાચી નોંધણી (Nonconfirmed booking) વહેલા તે પહેલાના ધોરણે જરૂરી અનામત રકમભરીને કરવામાં આવશે અને નોંધણીમા જણાવેલ પ્રસંગની તારીખના ૬૦ દિવસ પહેલાં લગ્ન પ્રસંગ અને સત્કાર સમારંભ માટે કોઇની અરજી નહિ આવે તો તે પ્રસંગ માટે પાકી નોંધણી કરવામાં આવશે.
3.સ.દ.પો. જ્ઞાતિજન સિવાયની વ્યક્તિ માટે વહેલા તે પહેલાના ધોરણે નિયમાનુસાર અનામતી રકમભરીને નિયત અરજી કરવાથી કાચી નોંધણી (Nonconfirmed booking) કરવામાં આવશે પણ નોંધણી પ્રસંગની તારીખથી ૬૦ દિવસ પહેલાં જો કોઇ સ.દ.પો. જ્ઞાતિજનની અરજી કોઇપણ પ્રસંગ માટે ન આવેલ હોય તો એવા કિસ્સામાં અન્ય વ્યક્તિને નિયમાનુસાર જરૂરી રકમ પૂરેપૂરી ભરવાથી પાકી નોંધણી (Confirmed booking)કરવામાં આવશે.
4.સંસ્થાનાં સાધન અને સામગ્રી પહેલા વાપરવાનાં સહેશે.સંસ્થા પાસે ઉપલબ્ધ ન હોય તેવી સાધન અને સામગ્રી આપ ગમે તે ડેકોરેટરસૅ પાસેથી સ્વખર્ચે અને જોખમે વ્યવસ્થા કરી શકશો પણ તે ડેકોરેટરસૅનું નામ, સરનામું, ટેલીફોન નંબર અને આપે નોંધાવેલ સાધન સામગ્રીની વિગત જણાવવાની રહેશે. તથા સંસ્થામાં ઉપલબ્ધ સાધન સામગ્રી નો ઉપયોગ નકરો તો પણ તેની નિયમ અનુસાર વપરાશ ભેટ લેવામાં આવશે.
5.પ્રસંગ દરમિયાન વપરાશ માટે સંસ્થાનાં સાધનો વાસણો માટે નોંધણી સમયે અથવા પ્રસંગના ૩૦ દિવસ પહેલાં સંસ્થામાં અગાઉથી નોંધવવાનાં રહેશે.
6.સંસ્થાનાં સાધનો ગણત્રી કરીને લેવાનાં રહેશે અને પ્રસંગ પૂરો થયા બાદ સાફ કરાવી ગણત્રી કરીને પરત કરવાનાં રહેશે. પ્રસંગે ભોજન સમારંભનું આયોજન ડીશ કોન્ટ્રાક્ટથી કયુઁ હોય તો પણ નોંધાવનાર વ્યક્તિએ વસ્તુઓ ગણત્રી કરીને પરત સોંપવાની સહેશે.
7.સવલતના વપરાશ દરમ્યાન સ્વચ્છતા માટે ખાસ ધ્યાન આપવાનું રહેશે. અનીચ્છનીય કે ધૃણાજનક ગંદકી કરવા માટે જે તે સમયે કાયૅવાહક સમતિ અને સામાન્ય સભા નક્કી કરે તે દંડ વસુલ કરવામાં આવશે.
8.સવલતનો વપરાશ શરૂ કરતાં પહેલાં અને વપરાશ પૂરો થયા બાદ વીજળીના મીટરનું વાંચન નોંધવામાં આવશે. તેમાં વપરાયેલ વીજળીનો નક્કી કરેલ દર મુજબ યુનીટ વપરાશ ખચૅ વસૂલ કરવામાં આવશે. આ ખચૅ સમયાનુસાર ફેરફાને પાત્ર રહેશે.
9.અનિવાયૅ સંજોગોમાં પાણીની વ્યવસ્થા કરવાની થાય તો તેનો ચાજૅ વપરાશ કરનારે આપવાનો રહેશે.
10.વપરાશ દરમ્યાન સાધનોને નુકશાન થાય કે ખોવાઇ જાય તો તેની કિંમત સંસ્થાએ નક્કી કરેલ દરથી ભરવાની રહેશે.
11.લીલાવતી કનૈયાલાલ હૉલ તથા જાનીવાસાની રૂમો તથા લૉબીનો જમણવાર માટે ઉપયોગ કરી શકાશે નહી.
12.અનિવાયૅ સંજોગોમાં નોંધણી રદ કરવાની થાય અથવા તારીખ બદલાવાની થાય તો સંસ્થાને તેની લેખિત જાણ કરવાની (અ) સ.દ.પો. જ્ઞાતિજનમાટે : નોંધાવેલ તારીખ અને રદ કરવાની તારીખ કાપી લેવાની રકમ વચ્ચેનો સંમય ગાળો (બંને દિવસ સહિત) જગાની વપરાશની ભેટના ૩૦ દિવસથી વધુ ૧૦ ટકા ૧૬ થી ૩૦ દિવસ ૧૫ ટકા ૧૫ દિવસ કે તેથી ઓછા દિવસ ૨૦ ટકા વપરાશના ૨૪ કલાક પહેલા (એસી, નોન એસી રૂમો) ૨૫ ટકા (બ) અન્ય જ્ઞાતિજ માટે : પ્રસંગની તારીખથી ૨૪ કલાક પહેલા : નોંધાવેલ જગાના વપરાશ ભેટની રકમના ૫૦ ટકા અનેએસી, નોન એસી રૂમો માટે વપરાશ દરના ૨૫ ટકા કેન્સલ ચાજૅ લેવામાં આવશે.
13.વિધામંદિર સંચાલિત સંકુલની સવલતોનો ઉપયોગ કરનારે તે જગ્યાના નામનો ઉલ્લેખ નિમંત્રણ પત્રિકા કે જાહેર ખબરમાં ફરજીયાતપણે કરવાનો રહેશે અને તે પત્રિકાની એક નકલ સંસ્થાને ફરજીયાત આપવાની રહેશે. દા.ત. : શેઠશ્રી મણીલાલ વીરચંદ બેકર હૉલ (આપના વપરાશના હૉલનું નામ) સત્તાવીસ દશાપોરવાડ વિદ્યામંદિર,(એસ.ડી.પી.) સ્વસ્તિક ચાર રસ્તા, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯.
14.કોઇપણ બાબતમાં અનુકૂળતા અંગે તથા કોઇપણ પ્રકારના નુકશાન અંગે સંસ્થા વતી તેના વહીવટી પ્રતિનિધિનો નિણૅય આખરી અને માન્ય રહેશે.
15.સવલત વાપરનાર વ્યક્તિએ રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં હૉલ તથા રસોડું સાફ કરાવીને આપવું ફરજીયાત રહેશે. રાત્રી પ્રસંગવાળાએ સાત્રે ૧૨ વાગ્યા સુધીમાં હૉલ તથા રસોડું સાફ કરાવીને સોંપનું રહેશે.
16.આવેદન પત્રમાં જણાવેલ સવલતની વિગત મુજબ જ ઉપયોગ કરવાનો રહેશે. સંસ્થાની પરવાનગી સિવાય ઉપયોગના પ્રકાર, સમય કે સ્થળમાં ફેરફાર કરી શકાશે નહિ.
17.સંસ્થાની મિલ્કતમાં કોઇ પણ પ્રકારનું દારૂખાનું ફોડી શકાશે નહી.
18.ગરબા કે સંગીત સંધ્યા માટે લાઉડ સ્પીકર વગાડવા માટે અધિફૃત ઓથોરીટી (પોલીસ) ની પરવાનગી અગાઉથી લેવાની રહેશે અને તેની એક નકલ સંસ્થામાં પ્રસંગ પહેલાંઆપવાની રહેશે. ઉપરોક્ત નિયમો મેં વાંચ્યા છે અને તેનું પાલન કરવા હું બંધાયેલ છું, તે સમજીને મેં સહી કરી છે.
19.aaa
20.જ્ઞાતિજનના લગ્નના દિવસ માટે જ એસ.આર.હોલ, એલ.કે.હોલ, રસોડું, જાનીવાસો વપરાશ માટે નિ:શુલ્ક આપવામાં આવે છે.
21. જે રૂમમાં ફર્નિચર નથી તે રૂમના વપરાશ દરમાં ૨૫% ટકા ઓછા લેવામાં આવશે.